FOUNDER

Mr. Sudhirkumar Makwana (Mali)

ગોલ્ડન ફીવર ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય ધર્મ નો સિદ્ધાંત લક્ષ્ય સત્યના સાક્ષાત્કાર દ્વારા બતાવી સરળ જીવન ઉપયોગી સમજ ફેલાવી જ્ઞાન સાથે વિજ્ઞાન ના સંયોગ ની નવી માનવતાવાદી આધ્યાત્મિક વિચારધારા દરેક લોકો સુધી પહોંચાડવાનો છે.

ધર્મના ઉપદેશમાં આદેશ છે કે જ્યારે ધર્મની હાની થાય, અધર્મ, અસત્ય, અન્યાય, રક્તપાત,વધી જાય, ધર્મ પર અધર્મનું શાસન આવે ત્યારે સત્ય બની સાક્ષાત્કાર નું સર્જન કરી લોકોને સત્ય ધર્મના માર્ગે વાળવા માટે ધર્મના મૂળભૂત સિદ્ધાંતને લોકો સમક્ષ રજૂ કરવો.

ધર્મ મારો તારો નથી હોતો, ધર્મ ઊંચો નીચો નથી હોતો. ધર્મ ગમે તે હોય તેનો મૂળ સિદ્ધાંત એકસરખો જ હોય છે.વર્તમાનમાં ભૂતકાળ માંથી પ્રેરણા લઈ ભવિષ્ય ને ઉજ્જ્વળ બનાવવું. તેનો ઉદ્દેશ્ય સમગ્ર જીવસૃષ્ટિ વર્ષો સુધી જળવાઈ રહે, મોહ માયાનો ત્યાગ કરી બધા જીવ શાન્તિ, સદભાવના, હર્ષોલ્લાસ થી જીવન પૂર્ણ કરી આત્માના અજવાળે પરમાત્માની શોધ કરી જીવન મૃત્યુ નો ભેદ જાણી આપણે ક્યાંથી આવ્યા અને પાછા ક્યાં જવાના. કદાચ જીવન પૂર્ણ થઈ જાય પરમાત્મા નું મિલન ન થાય તો પૃથ્વી પર સ્વર્ગ નિર્માણ માટે અમૂલ્ય માનવ જીવનનો ઉપયોગ કરી આવનારી પેઢી સુખ, શાંતિ, સફળતાથી જીવી શકે તે માટે યોગદાન આપવું. જ્ઞાન અને વિજ્ઞાન બન્ને માનવ જીવનની પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે. ધર્મ જ્ઞાન આંતરિક સુખ માટે જરૂરી છે જ્યારે ભૌતિક સુખ માટે વિજ્ઞાન જરૂરી છે.પરંતુ સાચી સમજના અભાવે બન્ને વિરોધનું કારણ બની રહ્યા છે. વિજ્ઞાન દ્વારા વિનાશક આધુનિક શસ્ત્રો વિકસાવાઈ રહ્યા છે એ શાસ્ત્રને ક્યારેય મંજૂર નહિ હોય કારણ કે એ શસ્ત્રો સમગ્રજીવ સૃષ્ટિને નષ્ટ કરી શકે છે. જે ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ છે તેની પર રોક લગાવવા નિષ્ફળ જશું તો આપણા ઉજ્જ્વળ ભવિષ્ય માટે સત્યધર્મ ની વિચારધારા અવિરત જાળવી રાખવા આપણા મહાન સત્પુરુષો એ જે ત્યાગ, તપશ્ચર્યા, પોતાના અને પરિવારના અમૂલ્ય જીવનનાં બલીદાન આપ્યા છે તે નિષ્ફળ જશે એ તકેદારી ના ભાગરૂપે કોઈપણ વિવાદ વગર નવી આધ્યાત્મિક વિચારધારા નો માનવ જીવનમાં સંચાર થાય એ માટે જરૂરી છે સત્ત્યનો સાક્ષાત્કાર.

આજે એક સારો/સાચો માણસ ગોતવો મુશ્કેલ છે તેથી આવનારી પેઢીના સુખ, શાન્તિ, સફળતા તેમજ શાંતિપૂર્ણ, ભયમુક્ત,આનંદમય ભવિષ્ય નહીં બનાવી શકીએ તો આપણું બુદ્ધિશાળી હોવું કે ગમે એટલી કમાણી કરવી વ્યર્થ છે માટે ઇન્સાનિયત, ન્યાયપ્રિય સમાજ ની ભેટ આપવા તેને દરેક ધર્મપ્રેમી સુધી પહોંચાડવા ના પ્રયાસને તન, મન, ધન થી આપના સહયોગ ની અપેક્ષા છે.

‌👉 સત્યનો સાક્ષાત્કાર ના કાર્ય ને સફળ બનાવવા ગોલ્ડન ફીવર ફાઉન્ડેશન ટ્રસ્ટ માટે સભ્ય, તેમજ રોકાણકારની જરૂરિયાત છે.🙏

YOUR CHOICE ?

SAPORTER